મહાત્મા ગાંધી

મારી માતૃભાષા ગમે તેટલી અધૂરી હોય તોયે માની છાતીએથી હું અળગો ન થાઉં તેમ માતૃભાષાથી પણ ન થાઉં. મારા જીવનને ઘડનારું દૂધ મને તેના સિવાય બીજે ક્યાંથી મળે ?

ઉમાશંકર જોષી

માતૃભાષાનું શિક્ષણ વ્યક્તિનું નિર્માણ કરે છે; ચારિત્ર્યનું ઘડતર કરે છે અને સંસ્કારોનું સિંચન કરે છે.

રવીન્દ્રનાથ ઠાકુર

માતૃભાષા વગર નથી આનંદ, નથી અભિવ્યક્તિ કે નથી વ્યક્તિવિકાસ.

દેવાંગભાઈ દેસાઈ

અન્ય ભાષાનું શિક્ષણ સ્વાદિષ્ટ વાનગી અને માતૃભાષા રોજિંદું ભોજન છે.

પ્રો.યશપાલ

બાળકને પોતાની માતૃભાષામાં શીખવા ન દેવું એ એમની સામેનો મોટો ગુનો છે.

આવકાર


             
નમસ્કાર,  મિત્રો,આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી ઘણી માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો. આ બ્લોગમાં ઘણી માહિતી એવી પણ છે જે બાળકોને ખૂબજ ગમશે અને એકવાર બતાવ્યા પછી તમારી પાસેથી સતત કંઇક નવું જાણવાની ઈચ્છા અને અપેક્ષા પણ રાખશે. અહીં મૂકેલ કોઈપણ માહિતી ફક્ત બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી મૂકેલ છે તેમ છતાં કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી..
              આપ આપના મિત્રોને પણ આ બ્લોગ વિશેની જાણકારી આપો. કદાચ તેને પણ માહિતી ઉપયોગી થાય અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ મળે.
              આપ સૌના સાથ અને સહકારની અપેક્ષા...

 આભાર સહ